શાળાનું શૈક્ષિણક વર્ષ જૂનમાં શરૂ થાય છે અને બે સત્રનું હોય છે. પહેલું સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી એપ્રિલનું હોય છે. વાલીઓને પોતાના બાળકોના એડમીશન માટેનું ફોર્મ શાળા પાસેથી લેવાનું હોય છે. એડમિશન માટે વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા તથા મૌખિક પરીક્ષા આપવાની હોય છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ તથા વેક્સિનેશનનું પ્રમાણપત્ર જરૂરી છે.
ગુજરાતની બહારના વિદ્યાર્થીઓના એડમિશન માટે શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર જિલ્લાશિક્ષણઅધિકારીના હસ્તાક્ષર ફરજિયાત છે. એડમિશનનો અંતિમ નિર્ણય એ શાળાના હાથમાં રહેશે.
ફી ભરવાનો સમય
ઉનાળા ૧૧.૦૦ થી ૫.૦૦
શિયાળાઃ ૧૧.૦૦ થી ૫.૦૦
શાળાનો ગણવેશ
ગણવેશ એ કોઈપણ શાળાની આગવી વિશેષતા અને એકસૂત્રતા જાળવતું મહત્વનું સાધન છે. ગણવેશથી તમામ વિદ્યાર્થીઓ એક લેવલ ઉપર આવી સમાનતાનો અનુભવ કરે છે.