Shri Umiya Vidyamandir
At.Rupavati Ta.Jasdan Dist.Rajkot Pin.360055

   
default

મુખ્ય પાનું

આચાર્યશ્રીની કલમે

શાળાએ વિદ્યાર્થીનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જયાં શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાની આગવી પ્રણાલી છે. જેની સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળામાં સાંસ્કૃતિક અને ઈત્તરપ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.

શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુકિતના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્ધારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

શાળાના બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃતિઓ-પ્રયુકિતઓ દ્ધારા શિક્ષણ આપવામાં આવે છે. આજે જીવન મુલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઈ રહયું છે. તથા સામાજિક જીવનમાં અરાજકતા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવા સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર નિમાર્ણ અને આદર્શ માનવનું નિમાર્ણ કરી શકે છે. આજના શિક્ષણમાં સાધનો વધ્યાં છે. ઈમારતો વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધી છે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે. પરંતુ........ આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઈ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષક પોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠય પુસ્તકોનું જ્ઞાન આપવાની સાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મુલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે